માલની નબળી ગુણવત્તા અને જૂના વિવાદને પગલે ઇન્સોલ્વન્સીની કાર્યવાહી રદ : નોટિસ અને અરજીમાં તારીખોની મોટી વિસંગતતા ધ્યાને લઈ NCLTનો મહત્વનો ચુકાદોમોરબી અપડેટ : નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ની અમદાવાદ બેન્ચ દ્વારા કોર્પોરેટ જગતનો એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં એક અગ્રણી ટાઇલ્સ કંપની વિરુદ્ધ ઇન્સોલ્વન્સી (નાદારી) પ્રક્રિયા શરૂ કરવા માટે કરવામાં આવેલી અરજીને કોર્ટે ફગાવી દીધી છે. અરજદાર દ્વારા બાકી નીકળતી રકમના આધારે આ કાનૂની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, સુનાવણી દરમિયાન સપ્લાય થયેલા માલમાં ખામી અને કાગળોમાં રહેલી મોટી ભૂલો સામે આવતા ટ્રિબ્યુનલે અરજી રદ કરી છે. આ નિર્ણયથી ટાઇલ્સ કંપનીને મોટી કાનૂની રાહત મળી છે.આ કેસની વિગત મુજબ, સિમોન્ઝા ટાઇલ્સ (Simonza Tiles LLP) દ્વારા એમ્સર ટાઇલ્સ (Emcer Tiles Pvt. Ltd.) વિરુદ્ધ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC), 2016 ની કલમ 9 હેઠળ કાર્યવાહી કરવા NCLT માં અરજી કરાઈ હતી. જેની સામે એમ્સર ટાઇલ્સ તરફથી બચાવ કરવામાં આવ્યો હતો કે, તેમને જે માલ સપ્લાય કરવામાં આવ્યો હતો તેની ગુણવત્તા ખૂબ જ ખરાબ હતી. આ ખામીયુક્ત માલના કારણે વિદેશી ગ્રાહકે માલ રિજેક્ટ કર્યો હતો, જેથી એક્સપોર્ટનું પેમેન્ટ પણ મળ્યું નહોતું. આ ઉપરાંત, બંને પાર્ટીઓ વચ્ચે પેમેન્ટ અંગે પહેલાથી જ વિવાદ ચાલતો હોવાની સ્પષ્ટ રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.NCLT એ પોતાના ચુકાદામાં ખાસ નોંધ્યું કે નોટિસ અને અરજીમાં દર્શાવેલી ડિફોલ્ટની તારીખ તેમજ બિલની વિગતોમાં ઘણી અસંગતતા હતી. આ મોટી ભૂલને માત્ર ટાઇપિંગ મિસ્ટેક ગણી શકાય નહીં. તારીખો સાબિત કરવામાં અરજદાર નિષ્ફળ રહેતા કોર્ટે આ અરજીને કાઢી નાખી હતી. આ સમગ્ર કેસમાં એમ્સર ટાઇલ્સ વતી D N Ahya & Co. Law Firm ના એડવોકેટ દર્શિત આહ્યા (મો.9033633231) દ્વારા ખૂબ જ ધારદાર અને અસરકારક કાનૂની રજૂઆત કરવામાં આવી હતી. આ કેસમાં તેમને CS આયુષી કેસરિયા અને એડવોકેટ હિરેન દઢાણિયાનો પણ વિશેષ સહયોગ મળ્યો હતો.#NCLT #Ahmedabad #EmcerTiles #SimonzaTiles #CorporateLaw #LegalNews #IBC2016