મોરબી: મોરબીમાં આજે અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા તેજ પવનના કારણે અનેક સ્થળોએ નુકસાનના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. શહેરના રેલવે સ્ટેશન રોડ પર ભારે પવનને કારણે એક વિશાળ વૃક્ષ રસ્તા પર ઉભેલી કાર પર ધરાશાયી થયું છે.મળતી વિગત મુજબ, મોરબીના વ્યસ્ત ગણાતા રેલવે સ્ટેશન રોડ પર અચાનક ફૂંકાયેલા વાવાઝોડા જેવા પવનના કારણે એક વૃક્ષ રસ્તાના કાંઠે પાર્ક કરેલી સફેદ કલરની કાર પર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે કારમાં કોઈ સવાર ન હતું, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. #Morbi #MorbiUpdate #Accident #RainUpdate #WindStorm #TreeFall #CarDamage #RailwayStationRoad #MorbiNews #GujaratWeather #LiveMorbi