સ્થાનિક રહીશ અજયકુમાર ઝાલરીયાએ ઓનલાઈન ફરિયાદ નોંધાવી નવો સીસી રોડ બનાવવા રજૂઆત કરીમોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 માં આવતા ખોડીયાર પાર્કથી પટેલ નગરને જોડતો મુખ્ય સોસાયટીનો રસ્તો છેલ્લા 3 થી 4 વર્ષથી અતિ ખરાબ થઈ ગયેલ છે. રસ્તાની બિસ્માર હાલતના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ સમસ્યા બાબતે સોસાયટીના રહીશો દ્વારા અગાઉ પણ વિવિધ પ્રકારની લેખિત અરજીઓ આપવામાં આવેલી છે. તેમ છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા અંતે સ્થાનિક રહીશ અજયકુમાર વસંતલાલ ઝાલરીયા દ્વારા 26 સપ્ટેમ્બર 2026 ના રોજ પાલિકાના પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવવામાં આવી છે.રજૂઆતમાં મોરબી મહાનગરપાલિકાના પ્રમુખ તથા કમિશનરને સંબોધીને માંગ કરવામાં આવી છે કે સરકારી ધારાધોરણ અંતર્ગત આ રસ્તાનું નવીનીકરણ કરી યોગ્ય સીસી રોડનું નિર્માણ કરવામાં આવે જેથી સાર્વજનિક લોકહિત જળવાઈ રહે.#Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #Ward12 #RoadIssue #KhodiyarPark #PatelNagar #PublicProblem #MorbiNews