લેખક: સંજય રૈયાણીહમણાં એક સાંજે હું મારી ઓફિસે બેઠો હતો ત્યાં મારા એક મિત્ર (ઉંમર ૬૫ વર્ષ) આવ્યા. ચા-પાણી પીધા અને વાતોનો દોર શરૂ થયો. સહજતાથી મેં તેમને એક પ્રશ્ન પૂછ્યો: 'મિત્ર, હવે આગળની લાઈફનું શું પ્લાનિંગ છે?' અને ત્યાંથી જે વિચારોનું ઘર્ષણ શરૂ થયું, તેણે આ આખા લેખનો પાયો નાખ્યો. ૧. બે રસ્તા: આરામ કે અભ્યાસ? (Pleasure vs. Purpose)મારા મિત્રનો જવાબ સ્પષ્ટ હતો: 'હવે કોઈ પ્લાનિંગ નથી કરવું. આખી જિંદગી ટાઈમ-ટેબલમાં કાઢી, હવે તો બસ મસ્તી અને મોજ. મિત્રો સાથે બેસવું અને સમય પસાર કરવો.'મેં જ્યારે શિસ્તની વાત કરી ત્યારે તેમણે પેલા નિષ્ક્રિય માછીમારની વાર્તા કહી કે, 'શાંતિથી સુવા માટે આટલી દોડધામ શું કામ? અત્યારે પણ હું શાંતિથી જ બેઠો છું ને!'મારું મૂલ્યાંકન: આ વિચારધારા 'કમ્ફર્ટ ઝોન' (Comfort Zone) ની છે. પણ સત્ય એ છે કે શિસ્ત વગરનો આરામ એ આરામ નથી, પણ આળસ છે.૨.૬૫ની ઉંમરે ધ્યેયની નવી વ્યાખ્યા (Redefining Purpose at 65)* મિત્રનું કહેવું હતું કે હવે કોઈ ટાર્ગેટ કે મોર્નિંગ રૂટીનની શું જરૂર? પણ મારો અનુભવ અલગ છે. જો સવારે ઉઠ્યા પછી તમારી પાસે દિવસનું કોઈ વજૂદ (અસ્તિત્વનું કારણ) નથી, તો તે દિવસ બોજ બની જાય છે.' હર સુબહ કી એક શામ હોતી હૈ, હર શામ કી એક રાત. વૈસે હી હર સુબહ ઉઠને કા એક વજૂદ હોના ચાહિયે, હર શામ કા ઔર રાત કા* ભી કુછ વજૂદ હોના ચાહિયે.'૩. આઝાદીનો સાચો અર્થ (The Illusion of Freedom)મિત્ર કહે છે કે શિસ્ત એટલે બંધન. પણ વાસ્તવમાં, શિસ્ત એ જ સાચી આઝાદી છે. જો તમે નક્કી કરેલા સમયે વાંચતા હોવ અને મિત્રના એક ફોન પર તમે બધું મૂકીને દોડી જાવ, તો તમે તમારા મિત્રના અને તમારા મૂડના ગુલામ છો. જ્યારે હું શિસ્ત પાળું છું, ત્યારે મારું જીવન મારા નિયંત્રણમાં છે.૪. પરિવારનો પ્રેમ અને પોતાની સાધનામારા ધર્મપત્નીએ પણ મને ટકોર કરી કે, '૨૩ વર્ષની ઉંમરથી ૪૦ વર્ષ સુધી સતત પ્લાનિંગ જ કર્યું છે, હવે તો રિલેક્સ થાઓ!' આ દલીલ પ્રેમભરી છે, પણ એક સાધક માટે જોખમી છે. રિલેક્સ થવાનો અર્થ 'નિષ્ક્રિય' થવો એવો નથી. ફેમિલી સાથે રહેવું એ પ્રેમ છે, પણ પોતાના 'કર્મ' પ્રત્યે વફાદાર રહેવું એ 'પૂજા' છે.૫. વિચારોની તુલનાત્મક સમીક્ષામુદ્દો મિત્રનો પક્ષ (૬૫ વર્ષ) મારો પક્ષ (૬૨ વર્ષ)પ્લાનિંગ હવે કોઈ ભેજામારી નથી કરવી. પ્લાનિંગ એ મગજની કસરત અને જાગૃતિ છે.કાર્ય જે નેચરલ કોર્સમાં મળે તે મંજૂર. કામ એ પ્રાર્થના છે, તેને વફાદારીથી જ કરવું.નવીનતા કંઈ શીખવું નથી, બસ સમય ગાળવો છે. શીખવું એ નિરંતર પ્રક્રિયા છે; શિસ્ત વગર શીખી ન શકાય.અંતિમ લક્ષ્ય સામાજિક સંતોષ. મોક્ષ અને સત્કર્મોનું ભાથું.૬. અંતિમ તારણ: મોક્ષ તરફનું પ્રયાણઆપણો મુખ્ય હેતુ વારંવાર જન્મ લેવાનો નથી, પણ મોક્ષ પામવાનો છે. મોક્ષ માટે 'જાગૃતિ' (Awareness) અનિવાર્ય છે. જે વ્યક્તિ 'જેમ ચાલે તેમ ચાલવા દો' માને છે, તે આ ભવના સત્કર્મો કરવાની તક ગુમાવે છે. કુદરતનો કાનૂન છે કે શક્તિ ક્યારેય વેડફાતી નથી, તે રૂપાંતર પામે છે. હું જે આ સેલ્ફ-હેલ્પ બુક લખું છું કે આર્ટિકલ્સ લખું છું, તે મારા આત્માની શક્તિનું રૂપાંતરણ છે.'જગત 'માછીમાર'ની વાર્તામાં સુખ શોધે છે, પણ સાચો આનંદ તો 'કર્મયોગી' બનીને શિસ્તબદ્ધ જીવન જીવવામાં છે.'લેખક : સંજય રૈયાણી