મોરબી : હાલમાં નવરાત્રી નિમિત્તે યુવાનોમાં અર્વાચીન મહોત્સવનું ચલણ જોવા મળી રહ્યું છે. પરંતુ બાળાઓ હજુ પણ પ્રાચીન પરંપરાઓ મુજબ ગરબે ઘુમીને માતાની આરાધના કરે છે. પ્રાચીન ગરબીઓમાં દીવડા રાસ, ટિપ્પણી રાસ, મહિષાસુર રાસ જોવા મળે છે. માતા આદ્યશક્તિએ મહિષાસુરનો વધ કરી આસુરી તત્વો પર વિજય પ્રાપ્ત કર્યો એ કથા પ્રચલિત છે. તેથી, તે કથાને આગળની પેઢી જાણીને શક્તિની ભક્તિ કરે તે હેતુથી મહિષાસુર રાસ રમવામાં આવે છે. આવા હેતુ સાથે ઉમિયા ગરબી મંડળ દ્વારા મહિષાસુર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેનારાઓ દ્વારા કથા મુજબના પાત્રો જેવી વેશભૂષા ધારણ કરી મહિષાસુર વધની કથા ભજવી માતાની આરાધના કરવામાં આવી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274