મોરબી: 65-મોરબી માળિયા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાના સમર્થનમાં આજરોજ ભાજપ મહિલા મોરચા દ્વારા વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ તારીખ 25 નવેમ્બર ને શુક્રવારે સાંજે 4 કલાકે ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો. દીપિકાબેન સરડવાની ઉપસ્થિતિમાં વિરાંગના સ્કુટી રેલીનું આયોજન કરાયું છે. આ સ્કુટી રેલી કાંતિભાઈ અમૃતિયાના મધ્યસ્થ કાર્યાલયથી સરદારબાગની સામેથી પ્રસ્થાન થશે.