મોરબી : મોરબીમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગ રૂપે મોરબી જિલ્લા સુરક્ષા સેતુ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસવડાની આગેવાની હેઠળ મહિલા કાનુની શિબિર યોજયો હતો.જેમાં ડીવાયએસપી આર.બી.બારિયા, એડિશનલ જજ પરમાર, મહિલા સુરક્ષાના રંજનબેન મકવાણા, મહિલા વકીલ પિયુતાબેન પટેલ તથા અન્ય સામાજીક સંસ્થાના આગેવાનોની હાજરીમાં મહિલાઓ માટે કાનુની અને કાયદાકીય અધિકાર વિશે તેમજ મફત કાનુની સહાય વિશેનું શિક્ષણ આપી માહિતી પુરી પાડી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='8353,8355,8354']