મોરબી : મોરબી ખાતે ગુજરાત રાજય મહિલા આયોગ દ્વારા આયોજિત મહિલા માટે કાયદાકીય જાગૃતિ શીબીરનું આયેાજન કરાયું હતું. જેમાં મહિલાઓને મળતી કાયદાકીય સવલતો અને તેના ઉપયોગ બાબતે વિસ્તૃત સમજ અપાઇ હતી. મોરબી ખાતે આવેલ ટાઉનહોલમાં ગુજરાત રાજય મહિલા આયોગ દ્વારા મહિલાઓ માટે કાયદાકીય જાગૃતિ શીબીર યોજાઇ હતી. આ શીબીરનું ઉદધાટન કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કિશોરભાઇ ચીખલીયાએ રાજય સરકાર દ્વારા મહિલાઓ માટે અમલી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી આ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી જીવનમાં ઉત્કર્ષ સાધવા અનુરોધ કર્યો હતો. આ તકે રાજય મહિલા આયેાગના ઉપસચિવશ્રી એસ.પી. જૈને ઉપસ્થિત મહિલાઓને આયોગની કામગીરી અને હેતુ સમજવાતા જણાવ્યું હતું કે મહિલાઓમાં કાયદાકીય જાગૃતિ, મહિલા કલ્યાણને લગતી યોજનાઓનો પ્રચાર-પ્રસાર, કાયદાકીય બાબતોમાં બન્ને પક્ષકારોને સાંભળી નિરાકરણ લાવવું, મહિલા સશક્તિકરણ માટેના પ્રયાસો કરવા, મહિલાઓને લગતા પ્રશ્નોને વાચા આપી તેને લગતી વિવિધ યોજનાઓને અમલી બનાવવી વગેરે જેવા કાર્યો કરે છે. મહિલા ઉત્કર્ષ માટે રાજય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરતાં તેઓએ સુપેરે ઉમેર્યું હતું કે ગત વર્ષે રાજય સરકારે મહિલાઓ માટે રૂા.૩૦૦૦ કરોડની ફાળવણી કરી હતી. આ શીબીરમાં સ્પોર્ટ સેન્ટર(પોલીસ)ના શ્રી પીયુતાબેન દ્વારા, ૧૮૧ હેલ્પલાઇનનીશ્રી આરતીબેન દ્વારા, મહિલા વિષયક કાયદાઓની જાણકારી જિલ્લા નારી અદાલતના કો.ઓર્ડીનેટરશ્રી ખ્યાતીબેન ભટ્ટ દ્વારાજયારે મંજૂલાબેન દેત્રોજા દ્વારા મહિલા સશક્તિકરણ અંગેની માહિતી અપાઇ હતી. કાર્યક્રમના આરંભે સ્વાગત પ્રવચન આઇ.સી.ડી.એસ પ્રોગામ ઓફીસર શ્રી ઇશાબેન ચૌહાણ દ્વારા કરાયું હતું. અને આભારવીધી બાળ વિકાસ યોજના અધિકારીશ્રી મંજુલાબેન વાઘેલાએ કરી હતી. આ શિબિરમાં મહિલા અગ્રણીઓ સર્વશ્રી દેવિકાબેન મહેતા, રંજનબેન ભાયાણી, મીનાબેન ચૌહાણ, જોશનાબેન ભિમાણી, દેવિકાબેન બોડા સહિત જિલ્લારભરની સ્થાનીક સ્વરાજયની સંસ્થાના ચુંટાયેલા મહિલા સભ્યો અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહયા હતા.