વાંકાનેર : વાંકાનેરના મહીકા જીલ્લા પંચાયત સીટમાં આવતી તાલુકા પંચાયત સીટના ગામોમાં બનો વિકસિત ભારત એમ્બેસેડર નમો એપ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બુથ વાઈઝ કાર્યકરોને નમો એપ ડાઉનલોડ કરવામાં આવી હતી. આ તકે પૂર્વ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગાંડુભાઈ ધરજીયા, ભગવાનભાઈ મેર, તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.