ટંકારા : મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશ રાજકોટિયાએ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની બેઠકમાં મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે ગરીબ બાળકોને મળતી શિષ્યવૃત્તિ અને RTE હેઠળ દુર થી પગપાળા અભ્યાસ કરતા છાત્રોને આવનજાવન માટેની સગવડ અપાવવા માટેની કોઈ કાર્યવાહી સત્ર પુરૂ થવા આવ્યુ છતા કરી નથી અને ગતવર્ષે પણ ગતકડા ઉભા કરી અરજીની અડધી સંખ્યા મંજુર કરી લાંબાપલાનું અપડાઉન કરી ભણવા આવતા ગરીબ બાળકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ અંગે શિક્ષણ અધિકારી મયુર પારેખ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ટંકારા ની એક શાળા ની ટ્રાન્સપોર્ટ માટે અરજી આવી છે જેની વહીવટી પ્રક્રિયા હેઠળ હોય મંજૂરી મળ્યે લાભ અપાવવાની વાત કરી હતી. જોકે આ વર્ષેનુ સત્ર હવે ગણતરીના દિવસોમા પુરુ થશે ત્યાં સુધી છાત્રોને સગવડ આપવા માટે તંત્ર કેમ પાછી પાની કરે છે એ મોટો સવાલ છે.