100 ફૂટ આડી દીવાલ બનતા પાણી દુકાનોમાં ઘૂસ્યું: વેપારીઓ અને રાહદારીઓની હાલાકીમોરબી : મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ પર આવેલ હંસા સિલેક્શન અને ગોપાલ સોસાયટીના નાકે, જ્યાં ઓવરબ્રિજ ઉતરે છે તે વિસ્તારમાં માત્ર 3 ઇંચ જેટલા વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.આ વિસ્તારમાં બનાવવામાં આવેલી 100 ફૂટ લાંબી આડી દીવાલના કારણે વરસાદી પાણીનો નિકાલ રોકાઈ જાય છે અને પાણી ભરાઈને સીધા આસપાસની દુકાનોમાં ઘૂસી જાય છે. થોડા જ વરસાદમાં આ પ્રકારે પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો, રાહદારીઓ તેમજ સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે આ પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.#Morbi #SamaKantho #MahendranagarRoad #WaterLogging #MonsoonUpdate #MorbiNews #MorbiUpdates #GujaratRain