મોરબી : મોરબી જિલ્લા કક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં લોકવાદ્ય સંગીત અને દુહા-છંદ- ચોપાઈ બંને સ્પર્ધામાં મોરબીની સાર્થક વિદ્યામંદિરનો વિદ્યાર્થી અને જાણીતા લોક સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરાનો પુત્ર મહેન્દ્ર બરાસરા પ્રથમ ક્રમે વિજેતા બન્યો છે.ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ કમિશનર યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર આયોજિત તેમજ મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કચેરી સંચાલિત મોરબી જિલ્લા કક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા ગઈકાલે 7 જાન્યુઆરીના રોજ વાંકાનેર તાલુકાની ચંદ્રપુર ખાતે મોંહમદી લોકશાળા ખાતે યોજાઈ હતી. જેમાં મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં ધોરણ-3માં અભ્યાસ કરતા મહેન્દ્ર અશ્વિનભાઈ બરાસરાએ લોકવાદ્ય સંગીત-અ અને દુહા-છંદ-ચોપાઈ બંને સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. આ સિદ્ધિ બદલ સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુક્લ તેમજ પ્રાથમિક વિભાગના HOD પલ્લવીબેન કણસાગરા અને તમામ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા. મહેન્દ્ર બરાસરા આગામી પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ઉપરોક્ત બંને સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.