મોરબીઃ મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમ ખાતે નવરાત્રિ નિમિત્તે મહાયજ્ઞ, મહાઆરતી, કુમારીકા પૂજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રત્નેશ્વરીજીએ તમામ દીકરીઓને ભેટ તેમજ દક્ષિણા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રભુભાઈ, રાજુભાઈ, કેવલભાઈ, દેવકરણભાઈ, ત્રિભોવનભાઈ, દિલીપભાઈ, કેશુભાઈ, ભુદરભાઈ, કરસનભાઈ, મહાદેવભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી.