ટંકારા : ટંકારાના નેસડા (ખા.) ગામને નંદનવન અને હરિયાળું બનાવવા માટે સદભાવના ટ્રસ્ટ સાથે સહયોગ કરી 1500થી વધુ વૃક્ષો વાવવાનું અભિયાન સમસ્ત ગામ લોકોએ પરિવાર સાથે મળી કર્યું હતું. એક-એક વૃક્ષનું મંત્રોચ્ચાર અને શ્લોકગાન સાથે બ્રાહ્મણની હાજરીમાં વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું અને ગામની એકતાના દર્શન કરાવ્યા હતા. વૃક્ષારોપણથી નેસડા ગામના મુખ્ય રસ્તાઓ વૃક્ષોમય થઈ ગયા અને ગામમાં ઓક્સિજન પાર્ક સમાન મોહન, કેશવ, રાઘવ અને માધવ ચાર વાટીકાઓ બની છે. આ અભિયાનમાં ગામનાં ઘેર ઘેર દરેક પરિવારે સહયોગ અને યોગદાન આપેલ છે. અભિયાનમાં મહાદેવભાઈ ભાડજાએ સૌથી વધુ યોગદાન આપેલ છે. આ ઉપરાંત, જસમતભાઈ ભાડજા, હરેશભાઈ ભાડજા, નિલેશભાઈ ભાડજા, સ્વ. ક્રિષ્નાબેન કોરડીયા અને વિનોદભાઈ ભાડજાના પરિવાર તરફથી મળેલ યોગદાન વડે ગામમાં દરેક રોડ પર અને ગામની મુખ્ય જગ્યાઓમાં 1500થી વધુ વૃક્ષો વૃક્ષારોપણ કરી ગામને નંદનવન અને હરિયાળું બનાવવા પ્રયાસ કરાયો છે. આ અભિયાનમાં ગામના સરપંચ દિનેશભાઈ ગડારા, નંદલાલભાઈ ભાડજા, ડૉ. નિલેશભાઈ ભાડજા, ધનજીભાઈ ગઢિયા, અંબારામભાઈ ભાડજા, મનસુખભાઇ ભાડજા, વિજયભાઈ ભાડજા અને નેસડા (ખા.) ગૌ શાળા ટીમના સભ્યો તથા ગામલોકોના સહયોગથી આ અભિયાન પૂર્ણ થયું હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..