મોરબી : મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા દશા શ્રીમાળીની વાડી, સરદાર રોડ ખાતે સમસ્ત જૈન સમાજના બહેનો માટે ગત તા. 22 સપ્ટે.ના રોજ વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આશિષભાઇ મણિયાર એમના સુમધુર કંઠે રાસની રમઝટની રમઝટ બોલાવી હતી. તેમજ નાના બાળકોથી લઇ મોટી ઉંમરની બહેનો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. કાર્યક્રમના અંતે બેસ્ટ પરફોર્મન્સ, બેસ્ટ વેલડ્રેસ સહિતના ઇનામોનુ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમ સ્થળે વિવિધ જૈન વાનગીના ફૂડ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા માટે લેડીઝ વિંગના ખ્યાતિબેન શેઠ, નીતાબેન દોશી, પ્રિયલબેન મહેતા, દીનાબેન સુતરીયા સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274