સવારે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શિવ પૂજા, બપોરે મહાઆરતી અને સાંજે ભજન-સત્સંગ તેમજ ફરાળનું આયોજનમોરબી : મોરબીના શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ પાસે આવેલ શ્રી ઉમિયા આશ્રમ સત્યનારાયણ ગૌશાળા ખાતે આગામી તારીખ ૧૫-૨-૨૦૨૬ ને રવિવારના રોજ પવિત્ર મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય 'મહાશિવરાત્રી મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે.ઉમિયા આશ્રમ સત્યનારાયણ ગૌશાળા દ્વારા દેવો કે દેવ મહાદેવના પાવન પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેમાં તા. ૧૫ ને રવિવારના રોજ આઠ પ્રહરની શિવ પૂજા વેદ અને પુરાણોના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે.કાર્યક્રમની રૂપરેખા:મહાઆરતી: બપોરે ૧૨:૦૦ કલાકે.ધૂન, ભજન અને સત્સંગ કીર્તન: બપોરે ૩:૦૦ થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી.આરતી અને મહાપ્રસાદ (ફલાહાર): સાંજે ૭:૦૦ કલાકે.આ પ્રસંગે મહંત નિરંજનદાસજી મહારાજ અને વ્યવસ્થાપક દેવેન્દ્રસિંહ સજુભા જાડેજા (ખાનપર વાળા) દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતા અને હરિભક્તોને આ પાવન પર્વનો લાભ લેવા તેમજ મહાપ્રસાદ (ફલાહાર) લેવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.