ચાર પહોરની મહાપૂજા તથા આરતીનું આયોજનમોરબી : મોરબી સ્વયંભૂ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી મહોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ચારેય પ્રહરની આરતી, મહાપૂજા અને ભાંગ પ્રસાદ સહિતના આયોજન કરાયા છે.મોરબીના ઐતિહાસિક અને પૌરાણિક મોરબી શહેરના આરાધ્યદેવ એવા સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર જાગીરમાં તારીખ 8 માર્ચ ને શુક્રવારે મહાશિવરાત્રીના દિવસે સવારે પ્રભાત આરતી થશે. ત્યારબાદ લઘુરુદ્ર, ત્યારબાદ સાંજે સંધ્યા આરતી તથા રાત્રીના ચાર પહોરની મહાપુજા અને આરતી કરવામાં આવશે. જેમાં પ્રથમ પહોરમાં 10:00 વાગે આરતી થશે, ત્યારબાદ દ્વિતીય પહોરમાં એટલે કે રાત્રિના 12:00 કલાકે મહા આરતી થશે. જેમાં દરેક હાજર શિવ ભક્તો દ્વારા આરતી ઉતારવામાં આવશે. જેની તમામ વ્યવસ્થા મંદિરના મહંત પરિવાર દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ તૃતીય પહોરની મહા પૂજા અને આરતી રાત્રીના 2 કલાકે થશે તથા ચતુર્થ પહોરની મહાપૂજા અને આરતી સવારે 4 કલાકે થશે. તેમજ આખો દિવસ ભાંગની પ્રસાદી તથા રાત્રિના સમયે ફળ આહાર (અલ્પાહાર)અને ચા-પાણીની વ્યવસ્થા મંદિરના મહંત પરિવાર દ્વારા કરવામાં આવી છે. તો દરેક ભાવિક ભક્તોએ દર્શન અને સેવાનો અલભ્ય લાભ લેવા મહંત પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.