દેવી ભાગવત કથાની પૂર્ણાહુતિ, ચાર પ્રહરની મહાઆરતી થશે મોરબી: આજે મહાશિવરાત્રીના પાવન પર્વે શિવાલયોમાં 'હર હર મહાદેવ'ના નાદ ગુંજી રહ્યા છે, ત્યારે અગ્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અહીં વહેલી સવારથી જ શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે અને વિશેષ પૂજા-અર્ચનાનો લાભ લઈ રહ્યા છે.આજના કાર્યક્રમ અંગે માહિતી આપતા મંદિરના આયોજકોએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રી નિમિત્તે બપોરે મહાઆરતી કરવામાં આવી હતી. સાથે જ ચાલી રહેલી દેવી ભાગવત કથાની પૂર્ણાહુતિ પણ વિધિવત રીતે સંપન્ન થઈ છે. હાલ ભક્તો માટે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.બપોરે ભક્તો માટે 1500 કિલોના મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો રાત્રે ચાર પ્રહરની આરતીનો કાર્યક્રમમહાશિવરાત્રીની રાત્રિ પૂજાનું વિશેષ મહત્વ હોય છે, જેને ધ્યાને લઈને અગ્નેશ્વર મહાદેવ મંદિરે રાત્રે ચાર પ્રહરની મહાપવિત્ર આરતીનું આયોજન કરાયું છે. સંધ્યા આરતી બાદ રાત્રે ૧૦:૦૦ વાગ્યે પ્રથમ આરતી. રાત્રે ૧૨:૦૦ વાગ્યે બીજી આરતી. મધ્યરાત્રિએ ૨:૦૦ વાગ્યે ત્રીજી આરતી. વહેલી સવારે ૪ વાગ્યે ચોથી આરતી.ત્યારબાદ સવારે ૬:૦૦ વાગ્યે નિયમ મુજબ નિત્યક્રમની આરતી થશે૨૪ કલાક મંદિર ખુલ્લું રહેશેઆજે સવારે ૫ વાગ્યે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા અને આવતીકાલ સવાર સુધી સળંગ ૨૪ કલાક મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ આજે દર્શનનો લાભ લીધો છે.