મોરબી : મોરબી મચ્છુ કઠીયા સઈ-સુતાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે તારીખ 15 ફેબ્રુઆરી ને રવિવારના રોજ મહારૂદ્રી કાર્યક્રમનું આયોજન કરાયું છે. મહાશિવરાત્રિના પાવન પ્રસંગે કાલે રવિવારે બપોરે 3 કલાકેથી મોરબી મચ્છુ કઠિયા સઈ-સુતાર (દરજી) જ્ઞાતિની વાડી, લખધીરવાસ ખાતે આ મહારૂદ્રી કાર્યક્રમ યોજાશે. તો આ મહારૂદ્રી પૂજાના પાવન દર્શનનો લાભ લેવા સર્વે લોકોને આમંત્રણ પાઠવાયું છે.