ટંકારા : ટંકારા શૈક્ષણિક સંસ્થામાં આગવું નામ ધરાવતી ગ્રાન્ટેડ શાળા મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલયે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે. મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલયએ સતત બીજા વર્ષે 100% પરિણામ પ્રાપ્ત કરી પંથકમાં ડંકો વગાડી દીધો છે. જેમાં સૌથી વધુ 98.28 પીઆર સાથે વકાતર તુલસી મુન્નાભાઈએ 89.57% મેળવી પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે 97.05 પીઆર સાથે ગેડિયા મુકેશભાઈએ 87.71% મેળવી બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. તો ત્રીજા ક્રમે કડિવાર સરમિનબાનુ અમીભાઈએ 93.67 પીઆર સાથે 84.14% મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. તમામ વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ થવા બદલ શાળાના સંચાલકો, ટ્રસ્ટી હસુભાઈ કંસારા, જગદીશ પનારા, જગદીશભાઈ કકાસણીયા, શાળાના આચાર્ય કાસુન્દ્રા સાહેબ તથા શિક્ષકગણ તરફથી શુભેચ્છાઓ પાઠવાઈ છે.