મોરબી : રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકીજીની જન્મ તિથિના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વાલ્મિકી સમાજ દ્વારા મોરબી ખાતે શરદ પૂર્ણિમાના શુભ દિવસે મહર્ષિ વાલ્મિકીજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે વાલ્મિકી સમાજના અગ્રણીઓ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકતાઓએ સાથે મળીને મહર્ષિ વાલ્મિકીજીનું પૂજન કરી સામાજિક સમરસતા અને સદભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સરસ્વતી શિશુ મંદિર શનાળા મુકામે યોજાયેલા આ ઉત્કૃષ્ટ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલ્મિકી સમાજના ભાઈઓ-બહેનો અને સંઘ કાર્યકર્તાઓ પરિવાર સહ ઉપસ્થિત રહી પૂજન કર્યું હતું અને ત્યારબાદ પરિવાર સહ ભોજન અને રાસ ગરબાનો કાર્યક્રમ સૌએ સાથે મળીને ખૂબ આનંદથી ઉજવ્યો હતો.. કાર્યક્રમમાં સૌને દૂધ પૌઆનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વાલ્મિકી સમાજના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.