53 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, તો 100 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 માર્ક્સ મેળવ્યાહળવદ : ઝાલાવાડની શૈક્ષણિક નગરી હળવદના મહર્ષિ ગુરુકુલમાં બોર્ડમાં ધો. 12 કોમર્સ, સાયન્સના ઉચ્ચ પરિણામ આવ્યા બાદ આજે ધોરણ 10નું ધમાકેદાર પરિણામ આવ્યું છે. જેમાં 53 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, તો 100 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. શાળાની પટેલ દિયાએ 99.93 P.R. તથા વાણિયા વેદકીએ પણ 99.93 P.R. મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આમ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં મોરબી/ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ શાળા રહ્યા બાદ ફરી એક વાર ધો. 10ના પરિણામમાં પણ ઝાલાવાડમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી શિક્ષણની શ્રેષ્ઠતા સાબિત કરી છે. ઉચ્ચ પરિણામ મેળવવા બદલ મહર્ષિ ગુરુકુલ હળવદના મેનેજીંગ ડિરેક્ટર રજનીભાઇ સંઘાણીએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ આગામી વર્ષમાં હજુ વધુ પરિણામ મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી.