ટંકારા : ભરૂચના ભાવેશ મેરજા (બી.ઈ.મિકેનિકલ) દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતી જીવન ચરિત્ર પુસ્તક લખવામાં આવ્યું છે. આ 80 પાનાંના ગુજરાતી જીવનચરિત્રની પ્રથમ આવૃત્તિ તાજેતરમાં જ પ્રકાશિત કરવામાં આવી છે. આ જીવન ચરિત્ર પુસ્તકની 13,000 પ્રતો છાપવામાં આવી છે. જેની મુદ્રિત કિંમત રૂ. 25 છે પરંતુ મહર્ષિજીની દ્વિતિય જન્મ શતાબ્દીને અનુલક્ષીને માત્ર રૂ. 20ના રાહતદરે આપવામાં આવશે. આ પુસ્તક પ્રાપ્ત કરવા માટે દેવકુમાર પડસુંબિયા, મંત્રી- આર્યસમાજ, ત્રણ હાટડી શેરી, ટંકારા- 363650, મો. 8980808071 તેમજ ભાવેશ મેરજા, 8/17, જીએનએફસી ટાઉનશીપ, પો. નર્મદાનગર, જી. ભરૂચ- 392015, મો. -9879528247 પર સંપર્ક કરવાનો રહેશે.