મોરબી : મોરબીના મહારાષ્ટ્ર મંડળ દ્વારા આજે છત્રપતિ શિવાજીની જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત મહારાણા પ્રતાપના સ્ટેચ્યુથી વાઘજી ઠાકોર સ્ટેચ્યુ સુધી અને ત્યાંથી છત્રપતિ શિવાજી મહારાજના સ્ટેચ્યુ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે માટે મહારાષ્ટ્ર મંડળના સભ્યો રાજુભાઈ પાટીલ, ચંદ્રકાંતભાઈ, ઘનશ્યામ દિલીપભાઈ સોલંકર, રમેશભાઈ લીંગાડે, સુનિલભાઈ લીંગાડે, સુમિત લીંગાડે, તુકારામભાઈ, સંપત પાટીલ, પ્રદીપ પવાર, દિનેશભાઇ, રજની સોનાર, રવિ બનસોડે, સમીરભાઈ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.