હાસ્યથી ભરપુર જેઠાલાલની જમાવટ કોમિક પણ રજુ કરાશે મોરબીઃ મોરબીના બોનીપાર્ક-રવાપર ખાતે આવેલા ઉમિયા નવરાત્રિ મહોત્સવ ગ્રાઉન્ડ ખાતે આગામી તારીખ 20 ઓક્ટોબરને ગુરુવારના રોજ રાત્રે 9-30 કલાકે કોમિક અને નાટક રજૂ કરવામાં આવશે. સંત દેવીદાસ ગૌ સેવા ગ્રુપ-રવાપર દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક મહારાણા પ્રતાપ યાની કે મેવાડી તલવાર અને સાથે જ હસ્યથી ભરપુર જેઠાલાલની જમાવટ કોમિક ભજવવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા માટે સર્વે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.