વાંકાનેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એકલિંગજીસેના દ્વારા મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતિ નિમિત્તે મહારેલી તેમજ લોકડાયરાનુ આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે સવારે ૯ કલાકે અમરસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડથી સંતો મહંતો તેમજ વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજીના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ મહારેલીનું પ્રસ્થાન કરવામાં આવશે જે શહેરના રાજમાર્ગો પર ફરી અમરસિંહજી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે ધર્મસભા બાદ મહારેલીનું વિસર્જન કરવામાં આવશે. તેમજ રાત્રે ૯ કલાકે ભાટિયા સોસાયટીમાં મહાકાળી ગરબી ચોક ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવશે જેમાં લોકસાહિત્યકાર હરેશદાન ગઢવી, ગોવિંદભા પાલીયા, તેમજ ભરતદાન ગઢવી ડાયરાની રમઝટ બોલાવશે. એકલિંગજી સેના દ્વારા સમસ્ત હિન્દૂ સમાજને આ મહારેલી તેમજ લોકડાયરામાં પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news