મોરબી : આજે શનિદેવ જન્મોત્સવની મોરબીમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના દરબારગઢ ખાતે આવેલા નવગ્રહ શનિદેવ મંદિરમાં શનિદેવ જયંતી નિમિત્તે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિદેવ જયંતી નિમિત્તે મંદિરે આવતા ભક્તોને શનિપ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. સવારથી જ મંદિર ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. આજના આ વિશેષ કાર્યક્રમને સફળ બનાવવા મંદિરના પૂજારી માધવભાઈ, હિતેષભાઈ પંડ્યા અને મંદિરના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.