શક્ત શનાળાના બાવરવા પરિવારે જલારામ પ્રાર્થના મંદિર ખાતે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી મોરબી : મોરબીના શક્ત શનાળા ગામના વતની બાવરવા પરિવાર દ્વારા માતાની નવમી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. શક્ત શનાળા ગામના વતની પ્રેમજીભાઈ આંબાભાઈ બાવરવાની માતુશ્રી સ્વ. હરખીબેન આંબાભાઈ બાવરવાનુ નવ વર્ષ પહેલા નિધન થયુ હતુ. તેઓ દયાળુ, ધાર્મિક તથા મિલનસાર સ્વભાવના હતા. ત્યારે તેમની પૂણ્યતિથી નિમિતે સત્કાર્ય કરી તેમના પરિવારજનોએ તેમને શ્રધ્ધાંજલિ આપવા નક્કી કરી બાવરવા પરિવાર દ્વારા જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદનું આયોજન કર્યું હતું.. આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, હરીશભાઈ રાજા, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, હિતેશ જાની, હસુભાઈ પંડીત, અનિલ સોમૈયા સહીતનાઓએ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી સત્કાર્ય કરવા બદલ બાવરવા પરિવારને બિરદાવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..