મોરબી : આજરોજ મોરબીના પરશુરામ ધામ ખાતે પી.જી. સંઘાણી અને રંજનબેન સંઘાણી પરિવાર (લક્ષ્મીવાસવાળા) તરફથી મહાપ્રસાદ યોજાયો હતો. આ તકે ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મહેતા વગેરે બ્રહ્મઅગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પરશુરામ ધામના પ્રમુખ હસુભાઈ પંડ્યા દ્વારા સંઘાણી પરિવારને સન્માનિત કરી આભાર પ્રગટ કરવામાં આવ્યો અને ભગવાન પરશુરામજી તેમને ધનધાન્ય સંપદા આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.