મોરબી : અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા છે ત્યારે આ અવસરને વધાવવા સૌ લોકો આનંદ અને ઉલ્લાસમાં ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આજે મોરબીમાં નાસ્તાગલી વેપારી એસોસિએશન દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.મોરબીમાં નાસ્તાગલીમાં વેપાર કરતાં તમામ ખાણી-પીણીના વેપારીઓએ આજે 22 જાન્યુઆરીએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને લોકો માટે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું. નાસ્તાગલી વેપારી એસોસિએશન દ્વારા યોજાયેલા આ મહાપ્રસાદનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.