મોરબી : 12 એપ્રિલના રોજ હનુમાન જયંતીની ઠેર ઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબીના જોડીયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જોડીયા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે 12 એપ્રિલ ને શનિવારના રોજ સાંજે 5 થી 9 વાગ્યા સુધી ધુન યોજાશે અને સાંજે 4 થી 8 વાગ્યા સુધી સર્વે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તો આ હનુમાન જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થવા અને મહાપ્રસાદ લેવા માટે સર્વેને જાહેર આમંત્રણ પાઠવાયું છે.