ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ દેહ છોડ્યો હતો. જનજનને જમાડવામાં જેને જપ-તપ જેટલો આનંદ આવતો એવા પ્રાણજીવનદાસ બાપુની વિદાયથી શાંતિ આશ્રમ અને અનુયાયીઓમાં શોકનો માહોલ છવાયો છે.ટંકારાના કોઠારીયા રોડ ઉપર સીતારામની ધારના રસ્તે આવેલા શાંતિ આશ્રમમાં હનુમાનજી અને બજરંગદાસ બાપુની મઢુલી આવેલી છે ત્યાંના મહંત પ્રાણજીવનદાસજી આજરોજ તારીખ 18 મેને શનિવારે વહેલી સવારે રામચરણ પામ્યા છે.પ્રાણજીવનદાસ બાપુને લોકોને જમાડવાનો અદ્ભુત શોખ હતો. ધુન-ભજન-કિર્તનની સાથે વટેમાર્ગુ અને ઉપરાંત અબોલ જીવોને સાચવવા તેમણે ખૂબ જહેમત ઉઠાવી હતી. આજે બપોરે 1-30 કલાકે આશ્રમ ખાતે જ જેમની અંતિમવિધિ કરવામાં આવશે તેમ બાપા સીતારામ સેવા સમિતિએ જણાવ્યું હતું.