10 મેના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજનમોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે શ્રદ્ધા પાર્ક ખાતે ભાડજા પરિવાર દ્વારા આગામી 10 મે 2026 ને રવિવારના રોજ મહાકાળી માતાજીના નવરંગા માંડવા તથા નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રણછોડભાઈ કરશનભાઈ ભાડજા અને નિલમબેન રણછોડભાઈ ભાડજા દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક કાર્યક્રમની રૂપરેખાવૈશાખ વદ 8 ને 10 મેના રોજ યોજાનાર આ માગલ્યોત્સવમાં સવારે શુભ ચોઘડીયે થાંભલી રોપવામાં આવશે. ત્યારબાદ સવારે 7:00 કલાકે હવન પ્રારંભ થશે અને બપોરે 12:00 કલાકે હવનમાં બીડું હોમવામાં આવશે. સાંજે 4:30 કલાકે ભુવાના સામૈયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગે કરના ભુવા તરીકે રણછોડભાઈ કરશનભાઈ ભાડજા અને થાપા ગુરુદેવ તરીકે કાનજીભાઈ રમેશભાઈ અદગામા ઉપસ્થિત રહેશે, તેમજ અલગ અલગ ગામોથી પંચના ભુવાઓ પણ ખાસ હાજરી આપશે. માંડવાના આ રૂડા પ્રસંગે કલાકાર તરીકે રાવળદેવ સંજયભાઈ રાવળ (બુધ્ધલ), નારાયણભાઈ રાવળ (સુરેન્દ્રનગર) અને પેથાભાઈ રાવળ (ઘુંટુ) ડાક-ડમરુની રમઝટ બોલાવશે.#Morbi #MorbiUpdate #MorbiNews #Ghunthu #NavrangoMandvo #MahakaliMataji #NavchandiYagna #ReligiousEvent