મોરબી : આજરોજ મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે જેતપર ગામે ધામધૂમથી મહાકાલેશ્વર શિવ મહોરાની નગરયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે આજરોજ ભગવાન સદાશિવ મહાકાલેશ્વર શિવ મહોરાની રવેડી બપોરે ત્રણ વાગ્યે નીકળી હતી.જેના દર્શનનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.તો ડીજેના સથવારે નીકળેલી રવેડીમાં પણ અનેક લોકો જોડાઈ પાવન થયા હતા. સમગ્ર રવેડી મહંત બલરાજગિરી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ ધામધૂમથી નીકળી હતી.અને આ શિવરાત્રી પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો.