મોરબી: મોરબીમાં મચ્છુ માતાજીની જગ્યા ખાતે કોઠાવાળા મચ્છુ માતાજીની મહાઆરતીનું આજ તા. 30/6/2026 ના રોજ સાંજે 6:30 કલાકે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત સમસ્ત ભરવાડ સમાજ દ્વારા મહાઆરતી ઉતારવામાં આવશે.આ કાર્યક્રમનું આયોજન મહંત કિશનભગત અને સમસ્ત ભરવાડ સમાજ, મોરબી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. મહંત કિશનભગત અને સમસ્ત ભરવાડ સમાજ મોરબી દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ પાવન અવસરનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MachhuMataji #MahaAarti #MorbiNews #BharwadSamaj #ReligiousEvent #MorbiCity