મોરબી : ઝાલા રાજવંશના કુળમાતા શ્રી શક્તિ દેવીના 950માં જન્મોત્સવ નિમિત્તે મોરબીના (શક્તિ સ્થાનક) ધોળેશ્વર મહાદેવ મંદિરે આજરોજ 2 નવેમ્બર ને રવિવારના રોજ 950 દિવડાની મહાઆરતીનું આયોજન રાજશક્તિ ગૃપ પંચાસર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને શ્રી શક્તિ દેવીના જન્મોત્સવની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મંદિર પરિસરમાં સુંદર મજાની ફૂલથી રંગોળી પણ કરવામાં આવી હતી.