મોરબી : મોરબીના હળવદ ઘુંટુ રોડ પર ચબૂતરા પાસે આવેલ હરિઓમ પાર્ક ખાતે હાલ ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવદુર્ગા મિત્ર મંડળ (હરિઓમ પાર્ક) દ્વારા ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. જેમાં આગામી તારીખ 4 સપ્ટેમ્બર ને ગુરૂવારના રોજ રાત્રે 8 વાગે મહા આરતી તથા ભવ્ય રાસ ગરબા લાઈવ સ્ટેજ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાયક લલીતભાઈ વાળા, નિલેશભાઈ રાવલ, યુવરાજસિંહ સોલંકી મહાકાળી સાઉન્ડના સથવારે રાસ ગરબાની રમઝટ બોલાવશે. તો આ પ્રસંગે પધારવા સર્વે ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.