મોચી સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા, ભક્તિમય માહોલમાં સંતને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈમોરબી : મોરબીમાં મોચી સમાજ દ્વારા સંત શિરોમણી લાલાબાપાની 85મી પુણ્યતિથિ નિમિત્તે આજે ગુરુવારે ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ, જાગા સ્વામી મિત્ર મંડળ તેમજ સમસ્ત મોચી સમાજ મોરબીના સંયુક્ત ઉપક્રમે આ ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો હતો.વસંત પ્લોટ મેઈન રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થિ ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સંત લાલાબાપાને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત ભાવિકોએ સંતના ઉપદેશોને યાદ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમની વિગતો મુજબ, આજે સાંજે 7 વાગ્યે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આરતી બાદ મહાપ્રસાદ યોજાયો હતો, જેમાં જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ આયોજનને સફળ બનાવવા માટે આયોજક ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdate #LalaBapa #Punyatiti #MochiSamaj #MahaAarti #