મોરબી : મોરબીના મકનસર (ગોકુળનગર) ખાતે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.મકનસર (ગોકુળનગર) ખાતે ઢોલ-નગારા અને ડીજેના તાલે કળશના સામૈયા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ કળશને દર્શન અને પૂજન માટે રાખવામાં આવ્યા હતો. જેના દર્શનનો આસપાસના મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.