૨૧ થી ૫૯ વર્ષની કેટેગરીમાં ખુશ્બૂબેન દેસાઈ પ્રથમ : હવે રાજ્યકક્ષાએ ભાગ લેશે મોરબી : મધ્ય ગુજરાત ઝોન કલા મહાકુંભમાં ગાયન વિભાગની ગીત સ્પર્ધા ૨૧ થી ૫૯ વર્ષની વયજુથમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધીત્વ કરનાર ખુશ્બૂબેન દેસાઈએ પ્રથમ ક્રમાંક મેળવીને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. વડોદરાની આઈડિયલ સ્કૂલ ખાતે મધ્યઝોન કલા મહાકુંભ યોજાયો હતો. જેમાં ગીત સ્પર્ધામાં ૨૧થી ૫૯ વર્ષની કેટેગરીમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધીત્વ કરનાર ખુશ્બૂબેન દેસાઈ(અક્ષા ગીટાર ક્લાસીસ વજેપર)એ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. ખુશ્બૂબેન આગામી દિવસોના યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.એમ મોરબી જિલ્લા રમત ગમે અધિકારી પ્રવિણાબેન એ જણાવ્યું હતું