મોરબી : મોરબીમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા તથા આવી વિચારસરણી ધરાવતા સમાન ખેડૂતો અરસ પરસ મળી નવી જાણકારી મેળવે એ હેતુથી મધુરમ ફાઉન્ડેશન મોરબી દ્વારા તા. 31 માર્ચ ને સોમવારના રોજ રમણમહર્ષિ આશ્રમ લક્ષ્મીનગર(મોરબી) ખાતે પ્રાકૃતિક ખેતી માટેના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.આ શિબિરમાં મુખ્યત્વે માર્કેટીંગ બાબતે ચર્ચા કરી ઉકેલ શોધવા માટે આયોજન કરાયું છે. દરેક ખેડૂત વેપારી પણ બને તે જરૂરી છે. શિબિરમાં સ્થાનિક તથા બહારથી પધારેલ પ્રાકૃતિક ખેતી નિષ્ણાતો માર્ગદર્શન આપશે. શિબિરનો સમય સવારે 9:30થી 1 સુધીનો છે. 40 વ્યક્તિના નામ નોંધાય ગયા છે. ભોજન વ્યવસ્થા ગોઠવેલ હોવાથી રજિસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન માટે મો.નં. 9426232400 પર વોટ્સઅપ અથવા ફોનથી વહેલી તકે જાણ કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.