મોરબી : મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે રસ ધરાવતા ખેડૂતો અને નાગરિકો માટે મધુરમ ફાઉન્ડેશન દ્વારા આગામી તારીખ ૩૧/૦૩/૨૦૨૬ ને મંગળવારના રોજ એક વિશેષ 'પ્રાકૃતિક કૃષિકાર સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે.આ સંમેલન સાંજે ૪:૦૦ થી ૭:૩૦ વાગ્યા દરમિયાન મહર્ષિ ફાર્મ અને ગૌશાળા, મહાકાળી ફાર્મની સામે, લીલાપર-નવાગામ રોડ, મોરબી ખાતે યોજાશે. આ સ્થળ પર સામૂહિક પ્રાકૃતિક ફાર્મ અને સામૂહિક ગૌશાળા આવેલી છે, જેનું સંમેલન દરમિયાન ઉપસ્થિત લોકોને નિદર્શન પણ કરાવવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે ૮:૦૦ વાગ્યે પ્રસાદ ગ્રહણ કરીને પૂર્ણાહુતિ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કામ કરતા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે અને પોતાના અનુભવો તથા માર્ગદર્શન પૂરું પાડશે. આ સંમેલનમાં હાજર રહેવા ઇચ્છતા લોકોએ તારીખ ૩૦/૦૩/૨૦૨૬ની સાંજ સુધીમાં મો. નં. 9426232400 પર વોટ્સએપ મેસેજ કરીને જાણ કરવાની રહેશે. મધુરમ ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા તમામ લોકોને આ કાર્યક્રમમાં જોડાવા ખાસ આગ્રહ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #NaturalFarming #MorbiNews #Agriculture #MadhuramFoundation #OrganicFarming #FarmersConvention