રક્ષાબંધને રાત્રે સંતવાણી અને રાસ ગરબાના કાર્યક્રમનું આયોજનમોરબી : માધાપર ગામના ઝાંપે આવેલા માધાપર ગામના પાધરદેવી માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે ત્યારે આ મંદિરમાં પાધરદેવી માતાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવ્ય ભવ્ય કાર્યક્રમ આનંદ ઉત્સવ તારીખ 19 અને 20 ઓગસ્ટના રોજ યોજાશે. 19 ઓગસ્ટ ને સોમવારે રક્ષાબંધનના દિવસે રાત્રે 9-30 કલાકે ગામના રામજી મંદિર ચોકમાં ભવ્ય સંતવાણી અને રાસ ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ સતવારા સમાજનું ગૌરવ આરતીબેન સતવારા (જોગાણી) સાથે કાનજીભાઈ ગઢવી બેન્જો માસ્ટર ટીમ સાથે ઉપસ્થિત રહી ભજનની રમઝટ બોલાવશે.જ્યારે 20 ઓગસ્ટ ને મંગળવારના રોજ સવારે 9 કલાકે નવચંડી યજ્ઞ, 10 કલાકે પાધરદેવી માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, 10-30 કલાકે રામજી મંદિરેથી ધ્વજાજીની શોભાયાત્રા નીકળશે, 11 કલાકે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવશે, બપોરે 11-30 કલાકે માધાપર વિસ્તારના સમસ્ત ગ્રામજનોનો મહાપ્રસાદ યોજાશે, સાંજે 4-30 કલાકે બીડું હોમવામાં આવશે અને સાંજે 5-30 કલાકે પાધરદેવી માતાજીના મંદિરે મહા આરતી થશે. આ કાર્યક્રમમાં પધારવા માધાપર ગામ સમસ્ત શ્રી રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.