ગરમીની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થયું છે? તો દરેકના ઘરમાંથી સરળતાથી મળી રહેતી આ ચાર સામગ્રીમાંથી બનાવો આ વાનગી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ મેંગો લસ્સી પોપ્સીકલની. આ લસ્સી બનાવવા ખુબજ ઓછી સામગ્રી જોઈશે. અને આ લસ્સી શરીરને પણ એટલી જ ઠંડક આપશે. મેંગો લસ્સી પોપ્સિકલ્સની સામગ્રી: મેંગો પ્યુરી - 1/4 કપ દહીં - 1/4 કપ ખાંડ - 1 ચમચી મીઠું - એક ચપટી / સ્વાદ મુજબ બનાવવાની રીત: 1. સૌપ્રથમ કેરીની પ્યુરી તૈયાર કરો. 2. હવે પ્યુરીને એક બાઉલમાં નાખીને થોડીવાર ઢાંકીને રાખો. 3. હવે થોડી વાર પછી કેરીની પ્યુરી, ખાંડ, મીઠું અને દહીંને મિક્સરમાં સારી રીતે મિક્સ કરો. 4. હવે એક બાઉલમાં સ્મૂધ પેસ્ટ રાખો. 5. હવે એક પોપ્સિકલ મોલ્ડ લો અને તેમાં મિશ્રણ મૂકો અને ફ્રીજમાં રાખો. 6. જ્યારે મેંગો લસ્સી પોપ્સિકલ્સ તૈયાર થઈ જાય, ત્યારે તેને પરિવારના સભ્યોને પીરસો. આ રેસીપીને ખાલી મેંગો લસ્સી તરીકે પીવા માટે એને ફ્રિઝરમાં મુકવાની જરૂર નથી.