મોરબી : મચ્છુ કઠીયા સઈ સુતાર જ્ઞાતિ-ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિના ધોરણ ૧ થી ૧૨ તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવેલ હતું. આ ચોપડા વિતરણ કાર્યક્રમમાં જ્ઞાતિના કુલ ૨૨૨ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. વિશેષતાઓમાં વિદ્યાર્થીઓના કેળવણી કાર્યમા પોતાનું ફાળારુપી અમૂલ્ય યોગદાન આપનાર દાતાઓએ પણ ફુલસ્કેપ ચોપડા વિતરણ કાર્યમાં હાજરી આપી કાર્યકર્તા મિત્રો તથા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં જ્ઞાતિ આગેવાનો તથા જ્ઞાતિ કાર્યકરો હરીશભાઈ પરમાર, દિપકભાઈ રાઠોડ, નિયોગભાઈ રાઠોડ, જે.કે.સાંચલા, ભૂપતભાઈ ધામેચા,અજયભાઈ ચૌહાણ, દિલીપભાઈ ધામેચા,ભાવેશભાઈ સોલંકી, પ્રકાશભાઈ પીઠડીયા, શૈલેષભાઈ પીઠડીયા, બિન્ટુભાઈ પીઠડીયા, ભાવિનભાઈ ધામેચા, દર્શનભાઈ રાઠોડ, હર્ષદભાઈ લીંબડ, રિતેષભાઈ રાઠોડ, નટુભાઈ રાઠોડ સહિતના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.