મોરબી શહેર અને ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-૩ સિંચાઇ યોજનામાં રૂલ લેવલ મુજબ પાણી ભરાઇ ગયેલ હોવાની સાથે પાણીની આવક ચાલુ રહેતા વધારાનું પાણી નદીમાં છોડવા ડેમનો એક દરવાજો ખોલવામાં આવતા હેઠવાસના ૨૧ ગામોને એલર્ટ કરાયા છે.મોરબી મચ્છુ -૩ સિંચાઇ યોજનાના અધિકારી દ્વારા હાલમાં મચ્છુબ-૩ ડેમ ભરાઈ જતા એક દરવાજો ખોલવામાં આવ્યો હોય નીચાણમાં આવતા મોરબી અને માળીયા મિયાણા તાલુકાના ૨૧ ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમ અવર જવર ન કરવા સુચના આપવામાં આવે છે.વધુમાં નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના (૧) ગોર ખીજડીયા (૨) વનાળીયા (૩) માનસર (૪) નારણકા (૫) નવા સાદુળકા (૬) જુના સાદુળકા (૭) રવાપર (નદી) (૮) ગુંગણ (૯) જુના નાગડાવાસ (૧૦) નવા નાગડાવાસ (૧૧) અમરનગર (૧૨) બહાદુરગઢ અને (૧૩) સોખડા તેમજ માળિયા(મીં) તાલુકાના (૧) દેરાળા (૨) મેઘપર (૩) નવાગામ (૪) રાસંગપર (૫) વિરવદરકા (૬) માળિયા (મીં) (૭) હરીપર અને (૮) ફતેપર ગામના લોકોને નદીના પટ્ટમાં અવર જવર નહિ કરવા સૂચના આપવામાં આવી છે.