મચ્છુ-3 ડેમમાં પાણીની આવક ચાલુ રહેતા વધારાનું પાણી નદીમાં છોડાયું, લોકોને નદીના પટમાં ન જવા વહીવટી તંત્રની સૂચનામોરબી અપડેટ : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિંચાઇ યોજનામાં રૂલ લેવલ મુજબનું પાણી ભરાઇ ગયું છે. ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઈ છે. જેને પગલે તારીખ 16/09/2027 ના રોજ સિંચાઈ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા નીચાણવાસમાં આવતા મોરબી અને માળિયા (મિયાણા) તાલુકાના કુલ 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ, ડેમમાં 311 ક્યુસેક પાણીની આવક (ઇનફ્લો) ચાલુ છે અને તેની સામે 311 ક્યુસેક પાણી છોડવામાં (આઉટફ્લો) આવી રહ્યું છે. હાલ એક દરવાજો 4 ઇંચ ખોલવામાં આવ્યો છે. જળાશય પર કુલ વરસાદ 521 મીમી નોંધાયો છે.તંત્ર દ્વારા નીચાણવાસમાં આવતા નીચે મુજબના ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે:મોરબી તાલુકાના 13 ગામો: ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા.માળિયા (મિયાણા) તાલુકાના 8 ગામો: દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મિયાણા), હરીપર અને ફતેપર.#Morbi #MorbiUpdate #MorbiNews #Machhu3Dam #DamOverflow #WeatherAlert #MorbiTaluka #MaliyaTaluka #GujaratNews #MonsoonAlert