મચ્છુ 1ની સપાટી વધી 0.45 મીટરે ઓવરફ્લો : મચ્છુ 2 ડેમમાંથી 32 હજાર કયુસેક જેટલું પાણી છોડવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે મોરબી : મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદના પગલે અગાવથી ઓવરફ્લો થઈ ગયેલા જિલ્લાના ડેમોમાં પાણીની આવક વધતા તંત્ર સમગ્ર સ્થિત પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જેમાં ખાસ કરીને મોરબી જિલ્લાના સૌથી મોટા મચ્છુ 2 ડેમમાં પાણીની તોતીંગ આવક નોંધાઇ છે. જેના કારણે ડેમના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રીના 11.30 વાગ્યે ડેમમાં પાણીની આવકના પગલે 10 દરવાજા 5 ફૂટ સુધી ખોલીને હાલ 32 હજાર કયુસેક જેટલું પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગી છે. જોકે હાલની સ્થિતિ કોઈ ચિંતાજનક ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જ્યારે રાત્રે બાર વાગ્યાની સ્થિતિએ મચ્છુ 1 ડેમ 0.30 મીટરની સપાટીથી વધી 0.45 મીટરે ઓવરફ્લો થઈ રહ્યો છે. તેમજ મચ્છુ 3 ડેમના 6 દરવાજા 2.25 ફૂટ ખોલી 15 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમોની છેલ્લી સ્થિતિ : રાત્રે 12 વાગ્યે Machhu - 2 Date - 5/9/2019 Time - *23.30* Totalrainfall -- 471 mm *10 gate 5 foot open* Outflow - *32320 cusec* Inflow - *32386 cusec* *Machhu-1* Date 06/09/19 Time:00.00 hr. PWL :135.33 River inflow *12848 cusec* Overflow 0.46 mtr Discharge 12848 cusec Last hour RF 00 mm Cum RF 660 mm Machhu -3 Irri. Scheme Dt. : *5/9/19* Time: *24:00* PWL : *28.25 mt*. OSL/SHR: *20.47 mt* Depth of water: *5.90 mt.* GS: *201 mcft* Inflow - *15067.63 cusecs* Discharge- *15067.63 cusec* Gate : *6* , Open: *2.25 ft* Bangavadi Irri. Scheme Dt. : 05/09/19 Time :24:00 PWL : 41.05 mt. OSL/SHR:36.32 mt Depth of water: 4.73mt./15.55ft Gs:130.08mcft LS: 126.90mcft over flow:0.35mt outflow:949cusec Total rainfall :685mm Demi - 3 Irrigation Scheme Dt. 05-09-19 Time - 24.00 Hour R. L. 25.50 Mt. Inflow - 22813.36 Cusecs Out flow - 22813.36 Cusecs 8 Gate - 4 Feet Open 23 to 24 Hour Rainfall 0 mm Total Rain - 785 mm Atmosphere - Shower raining