મોટી પ્રાચીન ગરબીઓમાં શક્તિ ગરબી અને મંગલ ભુવન ગરબીમાં માત્ર પાંચ જ રાસ ગરબાથી માતાજીની કરાતી આરધાના વર્ષોથી આધુનિક ઉપકરણ વગર સાદાઈથી યોજાતી ગરબીઓની ભારે જમાવટ મોરબી : મોરબીમાં ગુરુવારથી આદ્યશક્તિની ઉપાસનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવ શરૂ થતાની સાથે માતાજીની ભક્તિનો રંગ ઘૂંટાયો છે. જો કે, આ વખતે પણ કોરોનાને લઈને સાવચેતીને ધ્યાને લઇ મોટા નવરાત્રિ મહોત્સવ રદ થયા હોય શેરી ગરબીઓની રોનક ખીલી ઉઠી છે. જ્યારે મોટી પ્રાચીન ગરબીઓમાં સાદાઈથી આયોજનો થયા છે.મોટી પ્રાચીન ગરબીઓમાં શક્તિ ગરબી અને મંગલ ભુવન ગરબીમાં માત્ર પાંચ જ રાસ ગરબા લઈને માતાજીની આરધાના કરવામાં આવી રહી છે. મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શેરીએ-શેરીએ કે ચોક વચ્ચે કોઈપણ ભપકા કે ઝાકમઝોળ વગર એકદમ સાદાઈથી યોજાતી પ્રાચીન ગરબીઓમાં હાલ નવરાત્રી મહોત્સવ રાસ ગરબાની રમઝટ જામી રહી છે. જો કે કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને લઈને મર્યાદિત બાળાઓ અને લોકોની હાજરી વચ્ચે જ શેરી ગરબીઓ યોજાઈ રહી છે. જેમાં પ્રાચીન ગરબીના ભપકાદાર આયોજન રદ થયા છે અને પાંચ પાંચ જ ગરબા લેવામાં આવે છે. જેમાં શક્તિ ગરબી, મંગલ ભુવન ગરબી તેમજ ગાંધીચોકની ગરબીમાં પણ પાંચ જ ગરબા ગાઈને માતાજીનું સ્તુતિગાન કરવામાં આવે છે. ખાસ કરીને હાલ નવરાત્રી મહિત્સવમાં સોસાયટી વાઇઝ અને શેરીએ શેરીએ યોજાતી ગરબીઓમાં રઢિયાળી રાત્રીએ ઢોલ, મંજીરાના કર્ણપ્રિય તાલે રાસની રંગત નિખરી રહી છે. લખધીરવાસ વિસ્તારમાં 40 વર્ષથી યોજાતી ગરબી, વાંધપરા વિસ્તારમાં 25 વર્ષથી યોજાતી ગરબી, રવાપર રોડ ઉપર સુભાષનગર વિસ્તારમાં 20 વર્ષથી યોજાતી ગરબી, સોઓરડી વિસ્તારના નાકે, પોટરી તાલુકા શાળાની બાજુમાં વાલ્મીકિ સમાજની ગરબી, વરિયા મંદિરે યોજાતી ગરબી, શનાળા રોડ સહિતના વિસ્તારમાં ઠેરઠેર વર્ષોથી યોજાતી ગરબીઓમાં નાની બાળાથી લઈને મોટી બાળાઓ પણ રાસ ગરબે ઝૂમીને માતાજીની ભક્તિમાં તલ્લીન બની છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..