ભરતનગર નર્મદા કેનાલ પાસે યોજાયેલા આ કેમ્પમાં રહેવા, જમવા, મેડિકલ અને ઠંડા પીણા સહિતની 24 કલાક સેવાઓ ઉપલબ્ધમોરબી અપડેટ : નવરાત્રી દરમિયાન માતાના મઢ દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવા માટે માળીયા-મોરબી હાઈવે પર ભરતનગર ખાતે નર્મદા કેનાલ પાસે 'માઁ ભરોસે પદયાત્રી સેવા કેમ્પ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પનું આ વર્ષે 16 મું વર્ષ છે, જે અંતર્ગત તારીખ 01/10/2025 થી 05/10/2025 સુધી પદયાત્રીઓ માટે વિશેષ સેવાઓ શરૂ કરવામાં આવી છે.પદયાત્રીઓની સુવિધા માટે કેમ્પમાં 24 કલાક ગરમ પાણી, ચા-નાસ્તો, મેડિકલ સુવિધા તેમજ સોડા મશીન દ્વારા ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત શાંત વાતાવરણમાં આરામ કરવા તથા રાત્રી રોકાણ માટે સુવા માટેની ઉત્તમ વ્યવસ્થા, નાહવા-ધોવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.માઁ ભરોસે પદયાત્રી સેવા કેમ્પ દ્વારા તમામ પદયાત્રીઓને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ વિશેષ માહિતી માટે 9586341555, 9375804000, 9727744770 અથવા 8320005788 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.#MaaBharosePadyatriSevaCamp #Morbi #Maliya #MatanaMadh #Padyatra #Navratri2025 #MorbiUpdate #GujaratNews